________________
તપસ્વીની તેજધારાઓ
૨૬૩ આગ્રામાં ખ્રિસ્તી ધર્મના બિશપની સાથે સ્વામીજીને ચર્ચાના પ્રસંગો પડેલા હતા. ઉદાર દિલના મહષિ એક વખત ખ્રિસ્તીનું દેવળ જોવા ગયા; અંદર દાખલ થાય છે ત્યાં દરવાજે ઉભેલા ખ્રિસ્તીએ કહ્યું “મહારાજ ! પાઘડી ઉતારીને પ્રવેશ કરો.”
સ્વામીજીએ થંભીને ઉત્તર દીધેઃ “અમારા દેશની રીતિ પ્રમાણે તો માથાપર પાઘડી બાંધીને જવું એજ સભ્યતાનું ચિત્ર છે. એટલે મારા દેશની સભ્યતાવિરુદ્ધ હું નહિ વળું'. હા, આપ કહે તે જડા ઉતારી નાખ્યું.'
ખ્રિસ્તીએ કહ્યું ત્યારે તે બંને ઉતારી નાખો.' સ્વામીજી દરવાજેથીજ પાછી ફરી ગયા. રવમાનનો ભંગ એજ એમને માટે તો જીવતું મેત હતું.
જયપુર રાજ્યના એક મોટા અધિકારીને એક સજજને કહ્યું કે, “ચાલો સ્વામીજીનાં દર્શન કરવા.”
પેલા અધિકારીએ જવાબ દીધો કે, “તમે તે દર્શનનું કહે છે, પણ હું જે મારું ચાલે તો એને કૂતરાને મેયે ફાડી ખવરાવું ?”
શ્રાદ્ધ અને મૂર્તિ પૂજાના ખંડનથી જયપુર-નરેશ પોતે પણ સ્વામીજી ઉપર ખીજવાયા. સ્વામીજીને માથે રાજ-રોષનું ચક્કર ફરવા લાગ્યું.
ઠાકુર લક્ષમણસિંહજી નામના ભાવિક ક્ષત્રિયે જયપુર રાજના કચવાટની વાત જાણ્યા પછી મહર્ષિજીને વિનવ્યા કે, “આવી હાલતમાં આપને આંહી રહેવું ઉચિત નથી. આપના શિરપર જેખમ ભમે છે.” - સ્વામીજી બોલ્યા, “ઠાકોર ! મારે માટે ના ડરો; પણ આપને પોતાને જ જે જયપુરપતિની નારાજીનો ડર હોય તે સુખેથી આપ મારી કને આવવું બંધ કરી શકે છે. આપ રાજ્યના તાબેદાર છે; પણ હું તે કોઈ માનવીનો નોકર નથી. મારા આત્માને તો કોઈ મનુષ્ય છીનવી શકવાનો નથી. તો પછી મારી કને બીજી એવી કયી વસ્તુ છે કે જે છીનવાઈ જવાનો મને ડર હોઈ શકે ?”
લાહોરમાં નવાબ નિવાજિશ અલીખાનની કઠીમાંજ મહારાજનો ઉતારો હતે. ત્યાંજ બેસીને મહારાજે લોકે સમક્ષ મુસલમાન મતની વિવેચના ચલાવી. નવાબ પિતે પણ એ વ્યાખ્યાનમાં આવી ચઢવા. વ્યાખ્યાન થઈ રહ્યા બાદ એક સજજને સ્વામીને કહ્યું -“આપને કેઈ હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી પણ ઉતરવાનું મકાન દેતા નથી! ઉપકાર માને નવાબ સાહેબને કે એમણે ઉતારે દીધો; છતાં ઉલટું આપે તો એને દુઃખ લાગે તેવી રીતે એનાજ છાંયડાતળે મુસ્લીમ પંથની ચર્ચા કરી, નવાબ સાહેબ પણ એ સાંભળી રહ્યા હતા !”
સ્વામીજી બોલ્યા,–“ભાઈ ! હું તો આંહી કાંઈ મુસલમાન ધર્મની કે બીજા કોઈ ધર્મની યશગાથાઓ ગાવા નથી આવ્યો; હું તો આવ્યો છું વેદધર્મનો ખુલે પ્રચાર કરવા અને નવાબને ભાળ્યા પછી તો ઉલટો હું જાણું બુઝીનેજ આર્યધર્મની મહત્તા સમજાવી રહ્યો હતો. એને મને શે ડર છે ? એક નારાયણસિવાય મને કોઇની ધાસ્તી નથી.”
એક દિવસ સ્વામીજીના રસેઈયાને કાકે મહેમાન આવ્યો. એ પિતાના ભત્રીજાને ભંભેરવા લાગે કે-“તારે તો સ્વામી જમી રહ્યા બાદ જમવું પડતું હશે. એ રીતે તો રસોઈ અજીઠી બની ગઈ ગણાય; માટે હવેથી તું ચેકા બહાર બેસાડીને સ્વામીજીને ભોજન દેતે જાજે.”
ત્યાં તો સ્નાન કરીને સ્વામીજી આવી પહોંચ્યા. આવીને પોતાની મેળેજ ચેકા બહાર બેસી ગયા. બહારજ થાળી મંગાવી.
રસોઈયો પૂછે છે:–“મહારાજ, બહાર કેમ બેઠા ?”
“ભાઈ, તને અને તારા કાકાને તે ન્યાત બહાર મૂકાવાનો ભય છે; પણ હું તે હરકેઈ ઠેકાણે ભોજન પામી શકીશ. મને કશો ડર નથી. તમને હું શા માટે નાહક જોખમમાં ઉતારૂં ? ”
રસોઈયો તાજ જુબ બજે, “સ્વામીજીએ વાત શી રીતે જાણી લીધી !
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat