________________
તપસ્વીની તેજધારા
૫૩. પેાલીસના અધિકારીઓએ એ બાળકેામાંના કેટલાએકને પકડીને સ્વામીજીની પાસે હાજરૃ કર્યાં. પોલીસના પંજામાં સપડાયેલાં એ બટુકેા ચેાધાર રડતાં હતાં. ધ્રૂસકા ભરતાં ભરતાં તેઓએ કબૂલ કયું કે, પંડિતે લાડુની લાલચ ને આ કૃત્ય અમારે હાથે કરાવ્યું હતું.
*
સ્વામીજીએ એજ પળે લાડુ મંગાવ્યા. બાળકેાને વહેંચી દીધા અને કહ્યું કે, બચ્ચાએ ! તમારા પડિતજી તે કદાચ તમને લાડુ ન આપે, એમ સમજીને હુંજ આપી દઉં છું. ખા અને આનંદ કરે !'
X
×
X
એક વખત વ્યાખ્યાન ચાલી રહ્યું છે, ઇસ્લામ ઉપર નિખાલસ દિલે શાંત ચર્ચા થાય છે. એવામાં એક તરુણુ મુસલમાન ત્રાડ દેતા ઉભા થઇ ગયા. તરવારની મૂઠપર હાથના પંજો પસારીને એ ખેલ્યાઃ-‘સ્વામી,માં સભાળીને એલો. ખબરદાર અમારા ધર્મવિષે કાંઇ એક્ષ્ા તે ! ' અત્યંત કામળ સ્વરે સ્વામીજી એલ્યાઃ– બેટા ! તારા માંમાં તેા હજી દુઆ દાંત છે. જો હુ તારી એવી ત્રાડાથી ડરતા હાત તે! આટલું એખમ શિરપર શીદ ઉઠાવત ? બેસી જા ભાઈ ! ' લજ્ન્મ પામીને યુવક એસી ગયા.
X
×
x
અજમેરના પાદરી લબ્રેડ સાહેબ સ્વામીજીનાં નિખાલસ સત્યાની ઝાળને સહન ન કરી શક્યા.. એણે રાતી પીળી મુખમુદ્રા કરીને ચેતવણી ઉચ્ચારી કે:- કેદમાં પડશે, કેદમાં !”
સ્વામીએ હસીને જવાબ દીધેઃ “બંધુ ! સત્ય ખાતર કેદ તે! લગારે લજ્જાની વાત નથી. એવી વાર્તાથી તે હું હવે નિર્ભય બની ગયા છું. મારા વિરેધીએ કદાચ મને તુરંગની કાટડીમાં નખાવશે તે એ વેદના સહેતાં સહેતાં ન તે હું મારા પ્રતિપક્ષીઓનુ જીરૂં વાંચ્છવાને, કે ન તે મારા દિલમાં કશી દિલગીરી થવાની પાદરીજી ! લેાકેાનેા ડરાવ્યેા હું સત્યને નહિ છેઝુ, ઇસુ ભગવાનનેય કયાં નહેાતું લટકવું પડયું !'
X
X
*
એક દિવસ એક બ્રાહ્મણે આવીને સ્વામીજીને પાનનું બીડું અર્પણ કર્યું. ભાવિક મનુષ્યની સ્નેહ-ભેટ સમજીને સ્વામીજીએ મીઠું મેાંમાં મૂકયું, લગાર રસ લેતાંજ ાતે પામી ગયા કે પાનમાં ઝેર છે, એ પાપીને કશુંયે ન કહેતાં પાતે ગંગાકિનારે જઈ, ઉલટી કરી, ઝેર ઉતારી નાખ્યું, કાંયે ન બન્યું હોય તેમ આવીને પાછા આસનપર શાંત મુખમુદ્રા લઇ બેઠા; પણ પાપ ન છુપ્યું. અપરાધી ઝલાયેા. તહસીલદારે એ પાપીને પકડી ગિરફતાર કર્યાં. તહસીલદારે માન્યુ કે, સ્વામીજી પ્રસન્ન થશે, પણ સ્વામીજીએ એની સાથે ખેલવુંએ બધ કર્યું. ચિકત બનેલા તહસીલદારે સ્વામીજીની નારાજીનુ કારણ પૂછ્યું. જવાબ મળ્યેા કે “ ભાઇ ! મારે ખાતર તમે એક પામર મનુષ્યને કેદમાં પૂર્યો તેથી હું ઉદાસ છું, હું અહીં મનુષ્યને બાંધવા નથી આવ્યા, મુક્ત કરવા આન્યા છું. બીજાએ પેાતાની સજ્જનતા ત્યજે, પણ હું મારી ખાનદાનીને શા સારું ગુમાવું ? ’ તહસીલદારે બ્રાહ્મણને છેડા દીધે.
×
×
X
કાશીના મહારાજાની સરદારીનીચે બનારસી પડતાએ આવીને એકવાર યાનંદજીને શાસ્રાને માટે ઘેરી લીધા. પેાતાના વિજયની જૂડી તાળીઓના હનાદ કરીને સ`ધ્યાકાળે પડતાની ટાળીએ શેર મચાવ્યા. ગડબડ મચી ગઇ. પચાસહજાર શ્રોતાઓની મેદનીમાંથી સ્વામીજીને શિરે ઈંટા, પથ્થરા, છાણુ અને ખાસડાંની તડાપીટ થઇ. સાવર શબ્દ સરખેાએ ન એણ્યા. ફૂલે વરસતાં હાય તેવી પ્રસન્ન મુખમુદ્રા રાખી, પડિતા ચાલ્યા ગયા. ઈશ્વરસિંહજી નામના એક પંડિતે જ્યારે દયાનંદ ઉપર આવું વીતક વદ્યાની વાત સાંભળી, ત્યારે એણે મના કર્યો કેઃ-ચાલે! જોઇએ. અત્યારે આ અપમાનની શી અસર દયાનંદ ઉપર થઇ છે? એના બ્રહ્મજ્ઞાનીપણાનું માપ કાઢીએ.” ઇશ્વરસિંહજી ઉદ્યાનમાં પહોંચ્યા.જુએ તે ચાંદનીમાં સ્વામીજી કુંજર શી' ગતિએ ટહેલી રહ્યા છે. પંડિતના સ્નેહભાવે સત્કાર કરીને સ્વામીજીએ જ્ઞાન-વાર્તાએ માંડી. મધુર વિનેદ રેલાવ્યેા. ન સુખપર ઉદાસીનેા છાંટા, ન વ્યાકુળતા. ન ખેદ, કે ન લગારે છુપા રાષરાગ ! જાણે કશુય બન્યું નથી. ઇશ્વરસિંહજીએ એવી વિજયવંત સાધુતાનાં દર્શન કર્યાં. યાગીવરના નિર્મૂળ ચિદાકાશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com