________________
રાષ્ટ્રીયતાની ભાવના રાષ્ટ્રીયતાની ભાવના
(સૌરાષ્ટ્ર-તા -૨૦-૨-૧૯૨૬ ) ઈસુને ધર્મ પ્રચારવા દુનિયાના ખૂણે ખૂણામાં પહોંચેલા પાદરીઓને હાથે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લઈ, તેમની નિશાળમાં દશ વર્ષ સુધી ચાની અને અંગ્રેજી શિક્ષણ લઈ એક ચીની તરુણ સત્તર વર્ષની ઉમરે આગળ અભ્યાસ કરવા અમેરિકા ગયો. અમેરિકાની એક વિદ્યાપીઠમાં તેણે ચાર વર્ષ સુધી ઔદ્યોગિક વિષયનો અભ્યાસ કર્યો અને તે દરમિયાન તેણે અમેરિકાનું જીવન ઝીણવટથી નિહાળ્યું. અમેરિકાની શક્તિ, અમેરિકનોની આબાદી અને દુનિયામાં અમેરિકાના પુત્રનું ઉચ્ચ સ્થાન, એ બધાની પાછળ કયું પ્રેરણાબળ ઉભું છે, તે પણ તેના અંતરમાં બરાબર ઉતરી ગયું.
તે ચાર વર્ષ પહેલાં ચીનથી આવ્યો ત્યારે તેના મોં ઉપર ઈસુએ પ્રબોધેલી નમ્રતા વિરાજતી, તેના મુખમાંથી બાઈબલનાં સુવચને ઝરતાં અને તેણે તે અમેરિકાને ઈસુના પગલે ચાલનારો અને વિશ્વપ્રેમ તથા અહિંસાનાં પૂજન કરનાર પરમ પવિત્ર સાધુ-દેશ કલ્પી લીધેલો. તે આવ્યા ત્યારે મનમાં નિરધાર રચીને આવેલ કે, અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષણું અને ખ્રિસ્તી’ જીવનનો આદર્શ મેળવી હું ચીન પાછો આવીશ અને પાદરી બની એક શાળામાં જીવન સમપ ઈસુ પિતાનાં બોધવચનો પ્રચાર કરીશ.
પણ અમેરિકામાં ચાર વર્ષ રહ્યા પછી તેનું એ સ્વપ્ન ઉડી ગયું. અમેરિકામાં તેણે ઈસુની પૂજા નહિ, પણ કોઈ બીજી જ પૂજા જોઈ, તેના માં ઉપરથી નમ્રતા અદશ્ય થઈ તેની જગ્યાએ દઢતા અને નિ જય ગોઠવાયા. તેની આંખોમાંથી વિશ્વપ્રેમ અને માનવ-બંધુતાની કાવ્યમય મધુરતા ચાલી ગઈ અને તેને બદલે તેમાં ઝનુન અને આગ ચમકવા લાગ્યાં, તેણે જીવનનું નવુંજ સ્વપ્ન રચ્યું.
અમેરિકાથી ઉપડતી વેળાએ તેના એક મિત્ર-અધ્યાપકે તેને જીવનની એજના પૂછી. તેણે જવાબ આપ્યો કેઃ “
ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી સંસ્કૃતિને આ દેશમાં મેં ચાર વર્ષ સુધી નિરખી નિરખીને જોયાં અને એ મહાન ધર્મનાં અને એ વિશ્વવિસ્તૃત સંસ્કૃતિનાં મેં જે સ્વપ્નાં રચ્યાં હતાં તે બધાં ઓસરી ગયાં. એ મારો ભ્રમ હતો. હવે મને સાચી સ્થિતિનું ભાન થયું છે. આજ સુધી મેં આકાશમાં કલ્પનાનાં ઉક્યોનો આનંદ લીધે; અને હું આ નક્કર પૃથ્વી ઉપર મારા પગ સ્થિર કરી આ દુનિયાના રંગ જેવા માગું છું.” ' “ચીનમાં હતો ત્યાં સુધી અજ્ઞાનની ભ્રમણ નીચે એમજ સમજતો કે, ચીનમાં લૂંટ ચલાવતા યૂરોપીયન વેપારીઓ તે કેાઈ રડ્યાખડ્યા ધર્મચૂકયા ખ્રિસ્તીઓ હોવા જોઈએ. આખી ખ્રિસ્તી પ્રજા એવી નહિ હોય; પણ અમેરિકાના મારા અનુભવે મારી એ માન્યતાને ભૂલભરેલી હરાવી. હવે તો હું અહીંથી એકજ નિરધાર રચીને જાઉં છું કે, જીંદગીમાં પગલે પગલે નફાટાનીજ ગણત્રી કરનારી યૂરેપની પ્રજાએાના ત્રાસમાંથી મારા પ્યારા વતન ચીન દેશને મુક્ત કરવા, એ સામે જોરાવર બળ ઉઠાવવા હું મારા દેશભાઇએને તૈયાર કરવામાં આખી જીંદગાની સમપીશ. યૂરોપની ખ્રિસ્તી પ્રજાઓની પવિત્ર મુરાદો અને પુણ્ય પ્રવચનમાં શ્રદ્ધા મૂકવી એ આત્મદ્રહ છે. હવે તે અમે તમારી સાથે લડીને જ અમારી સ્વાધીનતા પાછી મેળવશું.”
“ હું માનતો હતો કે, ઇસુના અનુયાયી કહેવડાવનારી પશ્ચિમની પ્રજાઓએ ઈસુના નવા કરારને જીવનના પાયામાં પધરાવ્યો હશે. આખા સમાજની રચના એ પાયાઓ ઉપર હશે. પણ મેં જોયું કે, પશ્ચિમની પ્રજાએ કોઈ જૂદીજ ભાવનાઓને પૂજે છે. હું ચીનમાં જઈને એ ભાવનાઓ પ્રચારવાનો છું.”
“એ ભાવના તે રાષ્ટ્રવાદની ભાવના-પ્રથમ મારે દેશ અને પછી આખી દુનિયાએ ઉછળતા દેશપ્રેમની લત ભાવના. એ ભાવના ચીનના યુવાનોમાં થનગનાટ મચાવતી ચીનના ખૂણે ખૂણામાં પ્રસરી જશે ત્યારેજ હું જંપીશ."
“ એક વાત ચોક્કસ છે કે, જ્યાં સુધી ચીનાઓ મજબૂત અને શક્તિશાળી ન બને ત્યાં સુધી દુનિયામાં ચીનની કેાઈ કેડીની પણ કિ મત કરવાનું નથી; અને મજબૂત તથા શક્તિશાળી એટલે શબ્દોનો પશ્ચિમ જે અર્થ કરે છે તે. એ મજબૂતી અને એ શક્તિ રાષ્ટ્રીયતાની ભાવનાવિના સુજલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com