________________
૨૨૪
આધુનિક કેળવણી-યુવાન પર માઠી અસર ધાયું છે તે તરફ વળે છે અને તેને નુકસાન પણ કરે છે. જે આપણા આ પ્રવાહની સામે માણસ ઉપર અસર ન થઈ તો તે પ્રવાહ ત્યાંથી ઉછળીને પાછી આપણી તરફ વળે છે અને આપણને નુકસાન કરે છે. આ એક કુદરતને ખાસ નિયમ છે કે, સારા વિચારોથી આપણી આસપાસ ફિરસ્તાઓ ઉત્પન્ન કરીએ છીએ; જ્યારે ખરાબ વિચારોથી આપણે આપણી આસપાસ સેતાને પેદા કરીએ છીએ. તમારા શત્રની પાસે સારા વિચારનાં આંદોલને મોકલવાથી સમયપર તેજ માણસ તમારે શત્ર મટીને મિત્ર બની જાય છે. સુવિચાર કરવામાં આપણને કશુંય ખર્ચ કરવું પડતું નથી, કે વધારે તકલીફ ઉઠાવવી પડતી નથી. રંકમાં રંક પણ સુવિચારથી સમાજનું કલ્યાણ કરી શકે છે.
સારા થવું હોય તે સત્યને શેધો. અંતમાં એટલું સંભાળ તથા સાંભળજો કે, તમે ખરાબ વિચાર નથી ધરાવતા. ભલે ન ધરાવતા હે, એટલા તમે પ્રશંસાપાત્ર છે; તોપણ એટલું સમજજો કે, મહાપુરુષે એ સત્યની કિંમત બહુ ભારે આંકી છે. તમે એકાગ્ર બની પ્રેમપૂર્વક તથા સાચી શ્રદ્ધાથી સત્યની ઉપાસના કરો. જો તમે સત્યની શોધમાં હશે, તો તમને તમારી ઈચ્છાનુસાર કોઈ પણ ઠેકાણે કેાઈ સાચો માર્ગદશક પણ મળી જશે. જગતના ગુરુઓ અને પ્રભુના પ્રિય ભકત કહી ગયા છે કે, જીવનના ભોગે પણ સત્યને ચૂકશો નહિ. આ સત્ય તમને સારાના સંગથી મળશે અને તેથી તમે સુખી થશો.
આધુનિક કેળવણ–યુવાનો પર માઠી અસર
પ્રો. રાધાકૃષ્ણને મત.
(હિંદુસ્થાન તા. ૨૨-૧૧-૨૬) કલકત્તા યુનીવર્સીટીના પ્રોફેસર એસ. રાધાકૃષ્ણ, જેઓ ઇગ્લેંડ અને અમેરિકાનો પ્રવાસ કર્યા પછી મદાસ થઇને આજે અહીં પાછા ફર્યા છે, તેમની મુલાકાત એસોસીએટેડ પ્રેસના પ્રતિનિધિએ લીધી હતી. તે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જે આપણા જુવાનીઆને પોતાનીજ સંસ્કૃતિ તરફ ધિક્કાર દેખાડવાની તાલીમ મળતી રહેશે. તે આપણો દેશ કે જે
યારનોય બહારથી ભાંગી ભુકકે થયો છે, તેના પુનરુદ્ધારની આપણે થોડીજ આશા રાખવી રહી. પિતાના વ્યક્તિત્વ માટેનું માન આપણે આમવર્ગેજ કરવાના નૈતિક સુધારા અને શિક્ષણના સંગીન પાયારૂપે છે. કમનસીબે આપણી કેળવણીની પદ્ધતિએ આપણી સંસ્કૃતિના માટે પ્રેમ ધરાવતા ક્યાં નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે, આપણામાંના ઉત્તમ પુરુષો પણ પ્રાચીન પ્રમાણેના આધારે આગળ વધવાને બદલે આગલી વાતોથી જ અટકે છે. જે આપણી કેળવણી આપણું જીવનમાં ઉતારી હોત તો આપણે આપણા વહેમો કે જેમાં આપણને હજી એ વિશ્વાસ છે તે દૂર કર્યા હતા. આપણી કેળવણીના અઘટિત સાહિત્યના સ્વરૂપે આપણા જીવનને સવાલોને સામનો કરવા માટે આપણને નાલાયક બનાવ્યા છે. આપણું ગ્રેજ્યુએટ ફક્ત કાયદા અને જાહેર નોકરી માટે લાયક છે તેમાં તેઓ લાગેલા ન હોય ત્યારે તેઓ રાજદ્વારી ચળવળમાં ઝંપલાવે છે. હાલની આર્થિક અસ્વસ્થતા ટાળવી હોય તે દેશના અગાધ બુદ્ધિબળને દેશનાં મેટાં રાષ્ટ્રીય સાધનો ખીલવવાના ઉપયોગમાં લેવાની કઇ રીતિ અખત્યાર કરવી જોઈએ. કેળવણી માટે આપણે ત્યાં અલગ ૨ખાતું નાણું પાશ્ચાત્ય પ્રજાની કેળવણી માટે તે રીતના રખાતા નાણાંના પ્રમાણમાં કાંઈ હિસાબમાં નથી. કેળવણીના વિશ્વમાં એક મહાન રાષ્ટ્રીય પ્રયત્ન થવાની જરૂર છે.
LILA UTTAM
744LIL
-
-
-
-
-
Cams.KARA
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com