________________
વીર ધન એ તે કાંઈ વૈરાગ્ય કહેવાય? બધી સ્ત્રીઓને સાથે કેમ નથી છોડતો ?”
સુભદ્રા કહે, “વામનાથ! બેલવું સહેલું છે. પણ કરવું મુશ્કેલ છે.”
ધને કહે, “એમ ? સુભદ્રા કહે, “હા.” ધને કહે, ત્યારે બધી સ્ત્રીઓ છેડી.”
સુભદ્રાએ જાણ્યું કે હાંસી કરતાં ખાંસી થઈ તેણે બહુ બહુ સમજાવ્યું. બીજી સ્ત્રીઓએ પણ ખૂબ સમજાવ્યું પણ ધને ફર્યો નહિ. એટલે સ્ત્રીઓએ કહ્યું: “ત્યારે અમે પણ દીક્ષા લઇએ.' ધને કહે,
બહુ આનંદની વાત.” એથી સ્ત્રીઓ પણ દીક્ષા લેવા તૈયાર થઈ.
તે આ શાળિભદ્રને ઘેર અને બૂમ મારીઃ “અરે કાયર ! વૈરાગ્ય તે આ હતો હશે ? હું તો આઠ સ્ત્રીઓ સાથે આ ચાલ્યું. તારે પણ આવવું હોય તે નીકળ ઘર બહાર. શાલિભદ્રના મનમાં વ્રત લેવાને ઉંમગ તે હજ અને આ સાંભળ્યું એટલે વધારે થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com