________________
વીર ધને તેણે પિતાના પિતાને વાત પૂછી. પિતાએ જવાબ દીધે “દીકરા ! નશીબની બલીહારી ! તું હતું ત્યાં સુધી લીલા લહેર હતી. તું ગેયે એટલે ધન પણ ગયું. તારા જવાની રાજાને ખબર પડી એથી અમને હેરાન ક્ય. ધન પડાવી લીધું. ભિખારી થયા. કાંઈ ગામમાં એમ રહેવાય ? એટલે પરદેશ નીકળ્યા !
ધને એ બધાને સાથે રાખ્યા. તેઓને સારું સારું પહેરાવે. સારું સારૂં ખવરાવે ને દરેક રીતે રાજી રાખે. પણ કેલસા કદી ઉજળા થતા હશે?
બધા કામમાં ધન્નાની સલાહ લેવાય અને પિતાને તે કઈ ભાવ પણ ન પૂછે એથી તેમને અદેખાઈ આવી. એથી એક દિવસ પિતા પાસે જઈ તેમણે કહ્યું : “બાપા! અમારે ભાગ વહેંચી આપો. અમારે ધન્નાની સાથે નથી રહેવું.' - પિતા કહે, “અલ્યા તમારે ભાગ શેને ? શરીર પર પહેરવા કપડું ન હતું. આ તે બધી ધન્નાની મિલકત છે. તેના ભાગ નહિ પડે.” પેલા ભાઈઓ કહે, “અમે બધું જાણુએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com