________________
૧૪
વીર પન્ના
ધનનાં ઢગલાં. અને તે અહીં પણ ખૂબ ધન મળ્યું. તે મેટા શેઠ થયા.
એક વખત રાજાના હાથી ગાંડા થયા. કાઇ વશ કરી શકે નહિ. તેથી ઢંઢેરો પીટા કે હાથીને જે વશ કરશે તેને મારી કુવરી પરણાવીશ. ધન્ને ખૂબ સાહસિક. તેણે ઢ ંઢેરા ઝીલ્યે ને હાથીને કર્યો વા. રાજાએ તેને પેાતાની કુંવરી પરણાવી. આ પરાક્રમથી ધન્નાનું માન આખા નગરમાં બહુ વધ્યું.
તે નગરમાં ગેાભદ્ર નામના એક શેઠ હતા. આખા નગરમાં રાહુથી તે પૈસાદાર. તેમને ત્યાં એક વખત એક કાણીએ આવીને કહેવા લાગ્યાઃ ' શેઠ ! તમારા એક લાખ રૂપિયા ને લાવેા મારી ધરેણે મૂકેલી આંખ. ' શેઠ કહે, ‘ વાત તદ્દન ખોટી. એમ તે કદી બનતું હશે ?' પણ પેલે। માણસ શેના માને ! એને તે ગળે પડવું હતું. એટલે તકરાર કરી. અને રાજા પાસે જઇ ન્યાય મામ્યા. રાજાએ જાણ્યું કે આ માસ ઠગ છે પણ તેને ખાટા શી રીતે હરાવવા ? તે ખૂબ વિચારમાં પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com