________________
શ્રી રીખવદેવ અંબાર ને કંચન જેવી કાયાવાળા દીકરો જમ્યા. તેમનું નામ રાખવદેવ. તે લાડકોડે ઉછરે છે ને મોટા થાય છે.
૩:
એક દિવસ દેવી જેવી એક બાળા વનમાં ફરી રહી છે. નથી બિચારીને મા કે નથી બિચારીને બાપ! બીજા માણસો તેને રખડતી જોઈને લાવ્યા નાભિકુળકર પાસે. તેનું નામ સુનંદા.
નાભિ કુળકર કહે, “કન્યા બહુ સારી છે. રીખવને પરણાવીશું. આ એક સુનંદા ને બીજી એક સમંગળા.”
રીખવદેવને પરણાવવાની ધામધુમ ચાલી. બધી તૈયારીઓ થઈ ગઈ ને રીખવદેવ સુનંદા તથા સુમંગળાને પરણ્યા. સઘળે જેજેકાર થઈ રહ્યો. સહુ આનંદમાં વખત પસાર કરવા લાગ્યા
હવે સુમંગળાને થયું એક પુત્રપુત્રીનું બેડલું. એમનાં નામ પાડયાં ભરત અને બ્રાહ્મી સુનંદાને પણ થયું એક પુત્રપુત્રીનું જોડલું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com