________________
શ્રી રીખવદેવ એમનાં નામ પાડ્યાં બાહુબળી ને સુંદરી. સુમં. ગળાને બીજા પણ ઘણુ પુત્રો થયા.
એ વાતને વર્ષો વીતી ગયાં.
હવે તે અમૃત જેવાં ફળો યે ઘટી ગયાં ને અમૃત જેવાં પાણી યે મટી ગયાં. માણસે પાંદડાં, ફળફુલને જંગલમાં ઉગેલું અનાજ ખાય. પણુ એ અનાજ પચે નહિ. અનાજ ખાય અને દુખી થાય. એક દિવસ બધા રીખવદેવ પાસે આવીને કહેવા લાગ્યા.
“દેવ ! કેઈ ઉપાય બતાવે. અમને ખાધું કાંઈ પચતું નથી.’
રીખદેવ કહે, “અનાજને હાથથી મસળી, પાણીમાં પલાળો ને પડીઆમાં લઈને ખાઓ તો અપચો નહિ થાય.”
માણસે હવે તેમ કરવા લાગ્યા. પણ થોડા દિવસ થયા ને ફરીથી અપચો શરૂ થયો. એટલે સહુ કહે, “ચાલો રીખવદેવ પાસે; એમના સિવાય આપણું કેણ છે?’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com