________________
વીર અને લઈ તે રાજમહેલ ભણી ચાલ્યું. એ ગામના રાજકુંવરને ઘેટા લડાવવાને બહુ શેખ. રસ્તામાં જ તેને ભેટ થયો. રાજકુંવરે ધન્નાની પાસે સુંદર ઘેટે જોઈ કહ્યું “અલ્યા વાણિયા ! લડાવે છે આ ઘેટાને ?' ધને કહે, “ ઘણી ખુશીથી. ” રાજકુંવર, “પણ શરત છે ?”ધને કહે, શું?” રાજકુંવર કહે, “હારે તે સવા લાખ સોનામહોર આપે!” ધજો કહે, “કબુલ છે. ”
બંને ઘેટાની ત્યાં કુસ્તી થઈ, જોર જોરથી ધકે લે ને સામસામાં શીંગડાં અફાળે. લોકો એ જોવા મળે મળ્યાં. થોડીવાર તો એક બીજાથી કેઈ ગયું નહિ પણ પુછી રાજકુંવરને ઘેટે હારી ગયો. રાજાને કુંવર એ જોઈ એશિયાળો થઈ ગયે. ધન્નાના આનંદને પાર ર નહિ. તે સવા લાખ સોના મહોર જીતી ગયે. રાજાના કુંવરે એ ઘેટે ખરીદી લઈને બીજી પણ સારી રકમ આપી.
સાંજ પડી એટલે બધા ભાઈઓ ઘેર આવ્યા. પણ કોઈના મોઢપર હૅશ નહિ. એક બીજા સામું બાઘાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com