________________
વીર ધને તમારી ઈરછા હશે તે વળી બીજી વાર પણ પરીક્ષા કરીશ.”
ધન્નાની ચડતી કળા જોઈ તેના ભાઈઓ બહુ અદેખાઈ કરવા લાગ્યા. આ જોઈ ધનસાર શેઠે બધા છોકરાઓને બોલાવીને થોડી થોડી સેનામહોરો આપી અને કહ્યું: “આ વખતે હોશિયારીથી કામ લેજે. જે જે, પાછળથી કહેવાનું ન રહે.” બધા છોકરાઓએ કહ્યું : “વારૂ, આ વખતે જરૂર પાણી બતાવી આપીશું.” અને તેઓ બજારમાં ચાલ્યા ગયા. હૈયાને ઉકેલ વિના વેપાર
ડે જ થાય? બિચારા ત્રણે ભાઈઓ ખૂબ રખડયા, અથડાયા, કુટાયા પણ કંઈ દહાડે વળે નહિ. આ બાજુ ધન્નો વિચાર કરતે ચાલ્યા જાય છે ત્યાં ઘેટાનું એક ટોળું જોયું. તેમાં વાંકડી શીંગડીવાળો એક સંઘલો ઘેટે બહુ મજાને. ધજાને વિચાર આ થયો કે લાવ્ય, આ ઘેટાજ ખરીદું. એણે થોડી સેનામહોર આપીને ઘેટે ખરીદ્યો. એ ઘટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com