________________
૫
વીર ધને
વેપારી—એમ તે એમ. પણ ભાઈ મને કચિાણ આપી દે.
ધન્ને સેનામહોર લઈને કરિયાણાં આપ્યાં અને ગામમાં આવ્યું. ત્યાં રસ્તામાંથી ભાતભાતની મીઠાઈઓ તથા નવનવાં વસ્ત્ર અને ઘરેણાં ખરીદ્યાં. પછી ગમે છે. આ વખતે બીજા ત્રણ ભાઈઓ પણ આવી ગયા હતા. તેમાં એક લા હતા વાલ, બીજે લાવ્યા હતા ચોળા ને ત્રીજે લાવ્યા હતે અડદ. ધન્નાની કમાણી જોઈ સહુ ઠરી ગયા. ધન્નાના પિતાને આથી બહુ આનંદ થયો ને બધી હકીકત પૂછી. બન્ને જેવી હતી તેવી હકીક્ત કહી સંભળાવી. આ સાંભળી પેલા ભાઈઓ બોલી ઉઠયાઃ “પિતાજી ! આ તે ઠગાઈ કરી, ઠગાઈ ! અમારી પરીક્ષા તે વેપારમાં લેવાની હતી. બિચારા વણઝારાનો કાગળ વાંચી લીધા ને કરિ ચાણું ખરીદી લીધાં એ તે કાંઈ વેપાર કહેવાય ! અમારી ખરી પરીક્ષા કરવી હોય તે વેપારમાં જ કરે.
ધનસાર શેઠ કહે, “ તમે દાઝીલા ન થાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com