________________
વીર ધને તે બહારગામ ગયે ને વણઝારાને મળે.“જુહાર ! શેઠ જુહાર!” કહીને ઊભો રહ્યો. વણઝારાએ કહ્યું: “કેમ શેઠજી ! શું કામ છે ? ધન્નાએ જરા પણ અચકાયા વિના કહ્યું : “કરિયાણું ખરીદવા છે. અને વાટાઘાટ ચાલી. થોડી વારે સેદે નક્કી થયે ને ધન્નાએ પિતાની પાસેની સેનામહોર આપી કરિયાણ ખરીદી લીધાં. એવામાં ગામમાંથી પેલા શેઠ આવી પહોંચ્યા. તેમણે વણઝારાને પૂછ્યું “અરે! ભાઈ વણઝારા! વેચશે કે કરિયાણું ? વાઝારાએ કહ્યું: “શેઠ! સદે તે થઈ ગયે. આ ઊભા ખરીદનાર.” આ સાંભળી શેઠ તાજુબ થયા. “આ મારો હાલ કયાંથી પહે ? એને શી રીતે ખબર પડી હશે? ચાલે, થયું તે ખરું. હવે એની પાસેથી જ કરિયાણાં ખરીદી લઉં.' તેમણે પૂછયું: “કેમ ભાઈ વેચવા છે કરિયાણાં ?”
ધન્ન–હા. વેપારી–શું મૂલ્ય લેશે? ધન્ન-નફાની સવા લાખ સેનામહોર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com