________________
વીર ધને તે આઠ વર્ષને થયે ત્યારે ભણવા મૂકો. ત્યાં લખતાં શીખે, વાંચતાં શીખે, ગણિત શીખ્યો, ગાતાં શીખે, બીજું પણ ઘણું ઘણું શીખે. શું ધન્નાની હોંશિયારી ! સહુ કે તેની બુદ્ધિના વખાણ કરે. ધન્નાના મોટા ભાઈઓ આ સાંભળે અને દાગે બળે. તેઓ અંદર અંદર વાતો કરે : “અલ્યા ધન્નાનાં આટલાં બધાં વખાણ શાં? એમાંયે બાપાજીની તે હદ ! જ્યારે જુઓ ત્યારે એજ વાત કરતા હોય કે મારે ધન્ના આવ ને મારે છે તે પણ અલ્યા એ નાનકે શું કરે છે ? એ તો ખાય છે, પીએ છે ને ફરતો ફરે છે, અને આપણે તો આખો દિવસ મહેનત મજૂરી ને વેપારમાંથી ઉંચા જ આવતા નથી. પિસા આપણે પેદા કરીએ ને વખાણ ધન્નાના થાય એ કેવું ?
ધનસાર શેઠ ઘણી વખત આવી વાત કાનેકાન સાંભળે. એમણે જાણ્યું કે છોકરા છે દાઝીલા. પિતાનામાં ડહાપણ નથી ને બીજાનું ડહાપણ સંખાતું નથી, માટે એક વખત એમની પરીક્ષા લેવા દે.
એક દિવસ સવારે ધનસાર શેઠે ચારે પુત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com