________________
૨૦.
પ્રભુ મહાવીર
વિહાર કરતાં પ્રભુ મહાવીર પાવાપુરી ગયા. ત્યાં ઘણ રાજાઓ એકઠા થયેલા હતા. તેમને પ્રભુ મહાવીર અમૃતવાણીથી દેશના દીધી. આ છેલ્લી દેશના દઈ પ્રભા મહાવીર નિર્વાણ પામ્યા. આહ ! ભારતવર્ષને સૂરજ આથમી ગયે. ભકતોએ તેમની ખોટ પૂરી પાડવા લાખ દીવા પ્રગટ કર્યા. આ દિવસથી દિવાળીનું પર્વ શરૂ થયું.
જે મહાપુરુષે અજોડ જીવન ગુજારી આત્માનું અને જગતનું કલ્યાણ કર્યું તેના ગુણ કોણ ગાઈ શકે? જગત જીવશે ત્યાં સુધી આ ઉપકાર યાદ કરશે અને એમના ઉપદેશને અનુસરી પિતાનું કલ્યાણ સાધશે.
અગણિત વંદન હે પ્રભુ મહાવીરને ! અગણિત વંદન હૈ એ માનવજાતિના ઉદ્ધારકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com