________________
પ્રભુ મહાવીર
૧૭ શલ્ય ઘણું હતું, પણ સાચે ધર્મ દુર્લભ હતા. લેકે હોમહવન ખૂબ કરતા અને પ્રાણુઓને બહુ સંહાર થતું. બ્રાહ્મણે તથા બીજા ઊંચી જાતના લેકે શ્રદ્ધને ઘણી હલકી દ્રષ્ટિએ જોતા. તે કોઈ પણ જાતને અધિકાર ભેગવી શકતો નહિ. સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું હતું. ધર્મશાસ્ત્રો વિદ્વાનની ભાષામાં જ લખાતાં, એટલે તેને લાભ સામાન્ય લેકે ઉઠાવી શકતા નહિ. વળી અનેક સંપ્રદાય ને અનેક ધર્મો એ વખતે ચાલી રહ્યા હતા. પ્રભુ મહાવીરે આ બધી સ્થિતિ ધ્યાનમાં લઈ ઉપદેશ દેવો શરૂ કર્યો –
હિંસાથી ભરેલા હોમહવન ને ક્રિયાકાંડથી ખરે ધર્મ થતો નથી પણ આત્માની શુદ્ધિ કરવાથી જ થાય છે.
જે સદ્ગણી છે તે જ બ્રાહ્મણ છે, જે દુરાચારી છે તે શક છે.
ધર્મનો ઈજારે કઈ પણ માણસને હોઈ શકે નહિ. દરેક મનુષ્ય ધર્મ કરી શકે છે.શું બ્રાહ્મણ! શું શુદ્ર ! શું પુરુષ! શું સ્ત્રી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com