________________
પ્રભુ મહાવીર
શ્રી વર્ધમાનને પણ તેમણે ખૂબ સતાવ્યા. વળી ત્યાં ન મળે રહેવાનું સ્થાન કે ન મળે ભિક્ષા. પણ તેમને તે વહાલું તપ. સદા તપ કરે અને ધ્યાન ધરે. ઘણા માસ તેઓ અહીં ફર્યા.
ગોશાળા આ વખતે સાથે હોતે. તે જાણતો હતો કે રાઢ કે ભયંકર છે. એથી રાઢમાંથી શ્રી વર્ધમાન પાછા ફર્યા કે તરત તે આવીને ભેગો થ.
એક વખત શ્રી વર્ધમાન ધ્યાનમાં મસ્ત થઈને ઊભા હતા. રાત અંધારી ઘેર હતી. ટાઢ તો કહે મારું કામ. એવામાં વેપાર માટે દૂર દેશાવર જતો એક કાફ આવે.
એ રાતે કડકડતી ટાઢ પડી. એટલે તેમણે સળગાવ્યાં તાપણું. આખી રાત તાપ્યા. સવારે તેઓ આ ગળ ચાલ્યા. પણ પેલાં તાપણ તે સળગતાં જ રહ્યાં. એટલે તેમની પાસે ઘાસ હતું તે પણ સળગ્યું.
શું એના ભડક? શું એને તાપ? એ અગ્નિ તે ચારે બાજુ વધવાજ લાગે. વધતાં વધતાં તે ખૂબ વડ્યો અને આ ગુરુ-ચેલા આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com