________________
૧૨
પ્રભુ મહાવીર એક દિવસ શ્રી વર્ધમાન ચાલ્યા જાય. ગોશાળે પણ તેમની સાથે હતે. એવામાં મારગે મળ્યા સિપાઈ. તેમણે સવાલ પૂછેઃ “કાણ છો તમે? શ્રી વર્ધમાન તે ધ્યાનમાં હતા એટલે કાંઈ બોલ્યા નહિ. ગોશાળે પણ એ જોઈ ધ્યાન લગાવ્યું. તે પણ કાંઈ બોલ્યા નહિ.
સિપાઈઓએ બન્નેને પકડ્યા અને નાંખ્યા હેડમાં, ખૂબ સતાવ્યા. પણ શ્રી વર્ધમાન તો સાચા સંત! સંતનાં પારખાં સિપાઈ શું કરે? થોડીવારમાં સિપાઈઓએ જાણ્યું કે આ તે કોઈ મહાપુરુષ છે. બહુ માઠું થયું. આપણે ઓળખ્યા નહિ. ચાલે એમની માણી માગીએ. તેમણે શ્રી વર્ધમાન આગળ માફી માંગી. શ્રી વર્ધમાનતો ક્ષમાના ભંડાર. તેમને ક્રોધ જ ક્યાં હતું કે ક્ષમા આપવાની બાકી રહે?
એક વખત શ્રી વર્ધમાન જંગલી મુલકમાં ગયા. તેનું નામ રાઢ. ત્યાંના માણસો બહુ જંગલી. તેઓ સાધુને જુએ તો મારવા દોડે, કુતરા કરડાવે અને બધા ઉપાય અજમાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com