________________
પ્રભુ મહાવીર પંદર ઉપવાસ તો કોઈક વખત ત્રીસ ઉપવાસ, અરે ! છ છ મહિનાના ઉપવાસ પણ તેમણે કરવા માંડયા.
શ્રી વર્ધમાન ખૂબ ઉપવાસ કરે અને ધ્યાન ધરે. ધ્યાન પણ કેવી જગાએ? કઈ ખંડેરમાં કે મશાણમાં. કઈ જંગલમાં કે કોઈ ખીણમાં, કોઈ મંદિરમાં કે કોઈ ભયંકર જગામાં.
ત્યાં ચાંચડ કરડે અને મચ્છર કરડે. મધમાખ કરડે અને ભમરા કરડે. પણ તેઓ શાંતિથી બધું સહન કરે. ગમે તેવી સતામણી થાય પણ તેમનું ધ્યાન ચૂકે નહિ.
એક વખત તેઓ ચાલ્યા જાય. રસ્તામાં ગોવાળ મળ્યા. તેઓ કહેવા લાગ્યાઃ બાપજી ! આ રસ્તે જશો નહિ. આગળ ભયંકર વન આવશે. ત્યાં કાળે મણઝર નાગ છે. ફુફેડે ફોલી ખાય છે. માટે બીજા રતે જાવ.
પણ શ્રીવર્ધમાન તે ભડવીર હતા. કોઈથી ગાંજા ન જાય. ભયંકર વન તે શું બીવરાવે? કાળે મણઝર નાગ પણ શું બીવરાવે? એ તો ચાલ્યા આગળ. એવામાં આવ્યું એક ધાર જંગલ. ત્યાં જતાં માણસની છાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com