________________
પ્રભુ મહાવીર વાનુ ઠીક લાગ્યું. પણ આ ક્ષથી પેાતાના જીવનની રીતભાત તેમણે બદલી નાંખી અને સાધુની પેઠે રહેવા લાગ્યા.
અનેક જાતના સાધન સગવડથી ભરપૂર રાજમહેલ, ખમ્મા ખમ્મા કરતાં સેક્ડા નાકરચાકર અને અત્યંત ગુણવાળી રાણી યશેાદા; એ બધાના સહવાસ છેાડી શ્રી વર્ધમાન રાજમહેલના એકાંત ભાગમાં રહેવા લાગ્યા. અહીં રહી તેમણે ભવિષ્યની તૈયારી કરવા માંડી. ધણેા ખરા વખત આત્મચિંતવનમાંજ ગાળે અને જરૂર પડતાં શુદ્ધ અન્નપાણી વાપરે. આમ કરતાં એક વરસ પસાર થયું. બીજ વર્ષોથી તેમણે દાન દેવા માંડયું. પુષ્કળ સેાનામહેારાનુ દાન દ્વીધું. એથી અનેક ગરીબગરખાંની ભાવટ ભાંગી ગઈ. આ રીતે એક વરસ સુધી દાન દઇને તે સાધુજીવન ગાળવા તૈયાર થયા.
આપણી કારતક વદ દશમને દિવસ છે. આખું ક્ષત્રિયકુંડ નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. નગરની બહાર શાતશીલ નામે સુ ંદર ખાગ છે. ત્યાં માણસે વધુ માનકુમારના આવવાની રાહ જોઇ રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com