________________
પ્રભુ મહાવીર
૩
આ પુત્ર ધનધાન્ય અને આન ંદની વૃદ્ધિ કરનાર હતા એટલે તેનુ નામ રાખ્યું શ્રી વર્ધમાન.
વર્ધમાન કુમારનું રૂપ અપાર હતુ. શરીરને બાંધા ધણાજ મજબુત ને માપસર હતા. તેમના મનમાં મેલ ન્હાતા, પેટમાં પાપ ન્હેતું. તેઓ હંમેશાં ગુણમાં
વધતાજ જતા હતા.
તેમને એક માટાભાઈ અને એક માટી બહેન હતાં. તેમનાં નામ નંદિવર્ધન અને સુદર્શના.
વધુ માનકુમાર આનન્દે ઉછરતાં મોટા થવા લાગ્યા. સાતેક વર્ષની ઉમ્મરે તેએ એક વખત મિત્રો સાથે રમવા ગયા.ત્યાં એક ઝાડ આગળ મોટા સાપ પડેલા હતા. બધા મિત્રા આ જોઇને નાઠા પણ શ્રી વર્ધમાન કુમારે તેને પકડીને દૂર ફેષ્ઠી દ્વીધા. બીકને તેા તેએ સમજ્યા જ ન્હાતા.
રમત રમવામાં તેઓ એક્કા હતા.
આઠ વર્ષની ઉમ્મરે તેમને ભણવા મૂકયા. પણ ત્યાં ઉમ્મરના પ્રમાણમાં તેમને વિકાસ ધણા લાગ્યા. તેમને ભણાવવાની જરૂર જણાઈ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com