________________
પ્રભુ મહાવીર
અગણિત વંદન હો પ્રભુ મહાવીરને. હિન્દુસ્તાનને બિહાર પ્રાંત ખૂબ રળિયામણું છે. તેની વચ્ચે થઈને ગંગાજી તથા બીજી નાની મોટી નદીઓ વહે છે. જયાં જોઈએ ત્યાં ધાન્યભર્યા ખેતરે. સુંદર મજાનાં આંબાવાડિયાં તથા નાનાં મોટાં ગામડાં ને શહેર નજરે પડે છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં આ ભાગ મગધ દેશના નામથી ઓળખાતો હતો. તે વખતે એની જાહેરજલાલી જગમશહૂર હતી. દુનિયાભરના મુસાફરે એને જોવા માટે આવતા હતા.
આ દેશમાં ક્ષત્રિયકુંડ નામે એક સુંદર શહેર હતું. ત્યાં સિદ્ધાર્થ નામે શાત વંશના એક ક્ષત્રીય રાજા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com