________________
શ્રી પાર્શ્વનાથ વાદળાં થયાં. ચારે બાજુ કાનને ફેડી નાખે તે વાદળાને ગડગડાટ થયે. વિજળી તે જાણે પડી કે પડશે એમ ચમકવા લાગી. મૂશળધાર વરસાદ શરૂ થયે.
ઝાડ ઉખડી પડયાં. પંખી ને જાનવરો બિચારાં નાસભાગ કરવા માંડયાં. જયાં જુઓ ત્યાં જળ જળાકાર. પ્રભુ પાર્શ્વનાથની ચારે બાજુ પાણી ફરી વળ્યું. જેતજોતામાં પાણી ઢીંચણ સુધી આવ્યું. બીજી થોડી વાર થઈ ને પાણી કેડ સુધી આવ્યું. પછી તે ગળા સુધી આવ્યું ને છેવટે નાક સુધી આવ્યું પણ પાર્શ્વનાથ તે પિતાના ધ્યાનમાંથી સહેજ પણ ડગ્યા નહિ.
ધરણંદ્ર નામે નાગરાજે આ જોયું ને તેણે પ્રભુના ઉપકારને બદલે વાળવા જાતે આવી એ સતામણી બંધ કરાવી. આ વખતે પણ પાર્શ્વનાથ તે શાંત ભાવેજ ઊભા હતા. તેમને તે ધરણંદ્ર પણ સરખે હતે ને મેઘમાળી પણ સરખે હતે. ધન્ય છે. આવા સમભાવી મહાત્માઓને, જે મિત્ર અને શત્રુ તરક પણ સમભાવ રાખી શકે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com