________________
૧૬
શ્રી પાર્શ્વનાથ
દ્વારા પવિત્ર રાખ્ખો (નવકારમંત્ર) સંભળાવ્યા. તે નાગ તરતજ મરણ પામ્યા.
કમઠ આ જોઈ ઝ ંખવાણા પડી ગયા. તેને લાગ્યું કે પા કુમારે બધા વચ્ચે મારી ફજેતી કરી. એથી ખૂબ ખીજાયા. એણે એ ાતનું તપ ચાલુજ રાખ્યું; થોડા સમયમાં આવું તપ કરીને તે મરણ પામ્યા અને એક જાતના દેવ થયા. તેનું નામ સેમાળી. પેલે નાગ મરીને નાગરાજ થયા. તેનું નામ ધરણેન્દ્ર.
: ૧૩ :
વસંત ઋતુ આવતાં વનની શાભા ખીલી ઉઠી છે. બધાં ઝાડ નવાં પાંદડાંથી શાભે છે. ફૂલના પાર નથી. મધ ચુસવા ભમરાએ ગુંજારવ કરે છે ને ચારે બાજુ ભમે છે. ઝાડ પર પ`ખી મીઠાં ગીત ગાય છે. મીઠાં મીઠાં પાણીનાં ઝરણાં ખળખળ કરતાં વહી રહ્યાં છે. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે આ વનની શાભા જોવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં એક મહેલ આગળ આવ્યા. મહેલ ખૂબ રળીઆમા છે. જ્યાં નજર નાંખે ત્યાં કાંઈક સુંદર કાતરણી. જ્યાં નજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com