________________
શ્રી પાર્શ્વનાથ જઈશ અને બીજાને નહિ ઓળખનારને શિક્ષા કરીશ. રાજા અશ્વસેન કહે, “પુત્ર ! મુશ્કેલીથી ભરેલી લડાઈમાં તને મોકલો તે મારા મનને ઠીક લાગતું નથી. હું જાણું છું કે મારા પુત્રનું બળ અથાગ છે. પણ તે ઘરમાં રહી આનંદ વિનોદ કરે તેજ મને પસંદ છે.” પાર્થકુમાર કહે, “પિતાજી ! યુદ્ધ કરવું તે મારે મન આનંદ વિનોદજ છે. તેમાં મને જરા પણ મહેનત પડવાની નથી. માટે આપ અહિંજ રહે ને મને લડાઈમાં જવાની આજ્ઞા આપે.” પાર્શ્વકુમારના ખૂબ આગ્રહથી રાજા અશ્વસેને તેમની માગણી કબુલ કરી.
શુભ ચોઘડીએ પાકુમાર સૈન્ય લઈ કુશસ્થલ તરફ ચાલ્યા. ત્યાં આવીને રાજરીત પ્રમાણે યવનરાજને એક સંદેશ મોકલ્યઃ “હે રાજા! આ પ્રસેનજિત્ રાજા મારા પિતાને શરણે આવેલા છે. માટે તેમને સતાવવા છોડી છે. મારા પિતા યુદ્ધ માટે અહિં આવતા હતા પણ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com