________________
શ્રી પાર્શ્વનાથ વિચાર કહ્યો. પુરુષોત્તમ મિત્રનું કામ કરવાને તૈયાર હતે. જીવની દરકાર કર્યા વિના રાત્રે તે છાનામાને નગરમાંથી બહાર નીકળી ગયેને બને તેટલી ઝડપથી કાશી આવ્યો.
અશ્વસેન રાજા સભા ભરીને બેઠા છે. ધર્મની વાતે ચાલે છે. એવામાં સિપાઈ આવ્યું. તે નમન કરીને છેલ્યા “મહારાજ ! બારણે કોઈ માણસ દૂર દેશથી આવ્યું છે. તે આપને કાંઇક અરજ કરવા માગે છે.' અશ્વસેન રાજા કહે, તેને જલ્દી અંદર મોકલે.”
પુરુષોત્તમ અંદર આવ્યું ને રાજાને નમસ્કાર કર્યા પછી સઘળી હકીકત જાહેર કરી. આ વાત સાંભળતાં અશ્વસેન રાજા કોપાયમાન થયા અને બોલી ઉઠયાઃ “યવન રાજાના શા ભાર છે કે તે પ્રસેનજિને બીવરાવી શકે? હું હમણું લકર લઇને કુશસ્થળ જઉં છું.”
તરતજ લડાઈનાં નગારાં વાગ્યાં. લકર બધું એકઠું થવા માંડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com