________________
શ્રી પાર્શ્વનાથ
ભંડાર હતી. તેના પિતાએ તેને વિકાસ કરવાને ખબર મહેનત કરી હતી. તે બાળા મટી યુવતી થવા લાગી. હવે રાજારાણી વિચારે છેઃ “દેવી જેવી આ દીકરીને કયાં પરણાવીશું? આને લાયક પતિ કયાં મળશે?” તેઓ લાયક પતિની ખૂબ શોધ કર્યા કરે. અનેક રાજરજવાડા તપાસે. પણ કોઈ જગાએ લાયક પતિ મળે નહિ.
: ૪: . એક દિવસ સહિયરે સાથે પ્રભાવતી ઉપવનમાં આવી. ત્યાં રંગબેરંગી ફૂલો છે, મીઠાં મીઠાં ફળે છે, સુંદર લતાના માંડવા છે, નાના નાના હે જ છે. તેમાં રાજહંસ તરે છે, કિનારે સારસ ઊભા ચરે છે, ઝાડ પર પંખી કર્લોલ કરે છે.
પ્રભાવતી આ બધી શોભા જુએ છે ને આનંદ પામે છે. એવામાં એક ગીત સાંભળ્યું
( ઢાળ–અમર વાડીમાં ડંકો વાગે છે. ) ધીમાં ધીમાં ગંગાનાં નીર જ્યારે ! એક કાશી સોહામણું શહેર ત્યારે ! ધીમાં ધીમાં. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com