________________
શ્રી પાર્શ્વનાથ ભયનું નામ નહિ. બીજા દિવસે આ વાત અશ્વસેન રાજાને કહી. અશ્વસેન રાજા કહે, “અંધારી રાતે કાળે નાગ આપણી આંખે તે ન દેખાય. તમને એ દેખાય તે પ્રભાવ નક્કી તમારા ગર્ભને. મને લાગે છે કે જરૂર તમને મહાપ્રતાપી બાળક જન્મશે.'
: ૨:
સમય થતાં વામાદેવીને પુત્ર થયે. તેની કાન્તિ કહેવાય નહિ, ગુણ ગણાય નહિ, શાન મપાય નહિ.
તેમનું નામ પાડયું પાર્થ. રાજાના કુંવરને શેની ખોટ હોય ? તેમની સેવામાં અનેક દાસદાસી હાજર છે. આનંદે ઉછરતાં પાકુમાર થયા મેટા. તેમના પરાક્રમને પાર નહિ દુનિયા આખી તેમનાં વખાણ કરે.
: ૩ ?
આ વખતે કુશસ્થળ નામે મોટું નામ હતું. તેના રાજાનું નામ પ્રસેનજિતું. પ્રસેનજિતને એક કુંવરી હતી. તેનું નામ પ્રભાવતી. તે જ્ઞાન ગુણ તથા રૂપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com