________________
બંધક મુનિ નક્કી રાણીને એની સાથે આડે સંબંધ હશે. ચાલ ! ત્યારે એ દુષ્ટની ખબર લઉં. રાજા ત્યાંથી છૂટો પડયે. પિતાના સેવકેને હુકમ કર્યો કે પેલા સાધુની જીવતાં ચામડી ઊતારી લો. સેવકે દોડયા. ખંધક મુનિ પાસે પહોંચ્યા અને તેમને જાહેર કર્યું “રાજાને હુકમ થયે છે કે તમારી જીવતાં ચામડી ઊતારવી.ખંધક મુનિવર કહે:
વાહ સમતાની કસોટીને ઘણે સુંદર પ્રસંગ મળે. ભાઈ ! ખુશીથી તમારા રાજાને હુકમ બજ. પણ મને કહે કે હું કેવી રીતે ઉભો રહું જેથી તમને તમારું કામ કરતાં હરત ન થાય.
અમૃતનું સરોવર છલકાય એવી મુનિવરની વાણી ! આ સાંભળતાંજ સેવકના હાથ ઢીલા પડી ગયા. પણ રાજાને હુકમ યાદ આવ્યું ને પોતાનું કામ કરવા તૈયાર થયા.
રાજસેવકોએ ફરસી તૈયાર કરી. બંધક મુનીશ્વર શાંતભાવે મનમાં બોલ્યાઃ
चत्तारि सरणं पवज्जामि। अरिहंते सरणं पवज्जामि।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com