________________
૨૦
બંધક મુનિ
બંધક મુનિ.
: ૭ : નમો નમો ખંધક મહામુનિ. ખંધક મુનિ ક્ષમાના ભંડાર હતા. શ્રાવતીના રાજા કનકકેતુ તેમના પિતા ને મલયાસુંદરી તેમની માતા હતી. એક વખત સાધુ મુનિરાજના ઉપદેશથી તેમને વૈરાગ્ય થ અને દીક્ષા લીધી. જેવી શુદ્ધ ભાવનાએ દીક્ષા લીધી હતી તેવીજ તે પાળતા હતા. સદાયે આકરાં તપ કરે. સંકટ આવ્ય હસતે મોઢે સહન કરે. એમ કરતાં એક દિવસ પોતાની બહેનના શહેરમાં આવ્યા.
બહેન બનેવી ગેખે બેઠાં નગરની શોભા જુએ છે. ત્યાં દૂરથી મુનિરાજ દેખાયા. બહેને ગોખમાં બેઠાં જ પારખ્યું કે મુનિરાજ મારે માડીજા વીર છે. તે સાધુ સામું જોઈ રહી. દડ દડ તેની આંખમાંથી આંસુ સયાં.
આ જોઈ રાજા ચમળે. મનમાં વિચારવા લાગ્યો. આ તે કેવો સાધુ કે જેને જોઈને રાણીને રડવું આવે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com