________________
૧૭
બંધક મુનિના પાંચસે શિષ્ય માનીશ.” તે પાંચસે સાધુ સહિત કુંભારકટ નગરની પાસે આવ્યા.
કુંભારકટ નગરને રાજા દંડક હતા. તેને પ્રધાન પાલક હતો. એક વખત તે બંધક મુનિના ગામ આવે ત્યારે રાજકુમાર બંધક સાથે ચર્ચા થયેલી તેમાં તે હારેલ. ત્યારથી તેને બંધક પર વેર બંધાયું હતું. તે મૂળથી સાધુઓને શત્રુ હતો. તેમાં વળી અંધકાચાર્યને જોયા એટલે તેનું વેર તાજું થયું. કોઈ પણ રીતે આ સાધુઓને ઘાટ ઘડવા વિચાર કર્યો.
ખંધકાચાર્ય જે બાગમાં ઊતરવાના હતા ત્યાં કેટલાંક હથિયાર દટાવ્યાં.
ખંધક મુનિ પિતાના શિષ્ય સહિત બાગમાં ઊતર્યા. ત્યાં રાજા, પ્રધાન તથા બધી રેયત તેમને ઉપદેશ સાંભળવા આવ્યાં. પછી રાત્રે પાલક પ્રધાને જઈને રાજાને કહ્યું: “મહારાજ ! આ બંધક તે બડો બગભગત જણાય છે. સાધુના વેશમાં સારામાં સારા લડતૈયાઓને લાગે છે. એમની મદદથી તે આપણું રાજ્ય લેવા ઈચ્છે છે. એની ખાત્રી કરવી હોય તો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com