________________
૧૫
મુકેશલ મુનિ
સુશલ મુનિ આગળ આવીને ઉભા રહ્યા. ઇષ્ટદેવનું ધ્યાન ધર્યું. વિચારવા લાગ્યા. “અરે જીવ ! આ શરીરના મેહને લીધે તું ઘણું કાળ સંસારમાં રખડ છે માટે હવે તે શરીરને મોહ છોડી દે. અને સર્વ જેને સરખા ગણી તેમની ક્ષમા માગ!” પછી તે મનમાં બોલ્યા:
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूएस, वेरं मज्जं न केणइ॥
એટલે સર્વ ની ક્ષમા માગું છું. સર્વ જીવો મને ક્ષમા આપજે. મારે તેની સાથે મિત્રતા છે. કોઈ પણ સાથે વેર નથી.
એવામાં વાઘણ તરાપ મારીને સુકેશલ મુનિના શરીર પર કુદી. પિતાના ભયંકર પંજા ને વિકરાળ દાંતથી તેમના શરીરને પાડવા લાગી. પણ સુકેશલ મુનિ શાંત દશામાં છે. હૃદયને પવિત્ર કરી રહ્યા છે. થોડા વખતમાં તે પવિત્રતા છેલ્લી હદે પહોંચી. તેમને કેવળજ્ઞાન થયું.
વાઘણ તેમના શરીરને ભક્ષ કરી ગઈ. તે નિર્વાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com