________________
૧૪
સુકેશલ મુનિ નીકળે. પછી દોહ્યલ સંજમ પાળે ને આત્માનું કલ્યાણ કર્યું.
ખરેખર ! “મેતાર્ય મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર !”
સુકેશલ મુનિ
: ૫ : રાજર્ષિ કીર્તિધર ને તેમના પુત્ર રાજર્ષિ સુકેશલ બને એક ભયંકર વનમાં થઈને પસાર થતા હતા. ત્યાં એકાએક વિકરાળ વાઘણ દેખાણી. ક માણસ આની આગળથી નાશી જઈને જીવ બચાવવાની મહેનત ન કરે? પણ આ રાજર્ષિઓ તો નાસવાને પ્રયત્ન કરતા નથી. તે તે ઊલટી અંદર અંદર વાત કરે છે.
કીર્તિધર કહે, “સુકેશલ ! તમે પાછળ રહો! પહેલાં મને સંકટ સહેવા દે.”
સુકેસલ કહે : “ક્ષમાશ્રમણ ! આવું શું બેલો છો? સંકટને કદી હું ગણકારતો નથી. લડવા નીકળે બહાદુર લડવૈ શું પાછું વળે? માટે કૃપા કરી મને જ એ ઉપસર્ગ સહેવાની તક આપે !'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com