________________
૧૨
મુનિશ્રી મેતાર્ય સેની રસોડામાંથી બહાર આવ્યું. મેદક મિઠાઈને થાળ લાગે. ઉત્તમ ભાવે મુનિરાજને તે ભિક્ષા વહેરાવી. મુનિરાજ ચાલ્યા. સની દુકાને આવ્યું. જએ તે સેનાના જવલાં નહિ! અરે ! અહીંથી સેનાના જવલાં કયાં ગયાં? તેના પેટમાં ફાળ પડી. અહીં જોયું, તહીં જોયું, પણ ક્યાંય સેનાના જવલાં નહિ તેને લાગ્યું કે જરૂર પેલા સાધુ આ જવલાં ઊપાડી ગયા લાવ તેને પકડીને તપાસ કરું.
મુનિરાજ તે માસના ઉપવાસી હતા. એટલે હજી આંગણું છોડયું નહોતું. સનીએ સાધુને પકડીને ઉભા રાખ્યા અને પૂછયું“ સેનાના જવલાં કયાં છે?” મુનિરાજે વિચાર કર્યો. જે કોંચ પક્ષીની વાત કહીશ તો બિચારાનો જીવ જશે. માટે શાંતજ રહેવા દે, તેમણે કાંઈ જવાબ આપે નહિ. સનીની શંકા મજબુત થઈ. તેણે બે ત્રણ વખત મુનિને પૂછયું પણ જવાબ મળે નહિ. આથી તે ખૂબ ક્રોધે ભરાયે. પાસે આળું ચામડું પડયું હતું. તે કસકસીને મેતાર્ય મુનિના માથે બાંધ્યું. પણ મેતાર્ય મુનિ સમતાના ભંડાર. તે કાંઈ પણ બેલ્યા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com