________________
અવંતિસુકમાળ
હજી અનશન શરૂ કર્યાને થોડીવાર થઈ છે ત્યાં તો એક શિયાળ લેહીની ગંધ આવી પહોંચી. તે નવી વિઆયેલી ને ભૂખીડાંસ એટલે અવંતિસુકમાળ મુનિના પગ કરડવા માંડ્યા. અહ! કેવું સંકટ ! પણ જેનું મન મજબૂત એને શું? એ તે ધ્યાનમાં જ ઉભા રહ્યા.
શિયાળ બટાક બટાક બચકાં ભરતી આખે પગ ખાઈ ગઈ. પણ અવંતિસુકમાળ ધ્યાનમાંથી ડગ્યા નહિ.
ડીવાર થઈ એટલે બીજો પગ કરડી ખાધે છતાં મનમાં જરા પણ દુઃખ કે અકારે નહિ ! કેવળ શુભ ધ્યાન ! શુભ ચિંતવન ! શિયાળ તે આજ ખાઉં ખાઉં કરી રહી હતી. તેની ભૂખ કાંઈ એટલેથી અટકી નહિ. તેણે પેટ ખાધું, છાતી ખાધીને માથું પણ ખાઈ ગઈ. સાંજ ટાંણે ત્યાં કેવળ હાંડકાં બાકી રહ્યાં.
ભડવીર અવંતિસુકમાળ અડગ ધ્યાનથી નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયા.
બીજા દિવસનું વહાણું વાયું એટલે ભદ્રામાતા તથા તેમની સ્ત્રીઓ આર્યમહાગિરિ મહારાજના દર્શને આવી. અવંતિસુકમાળના ખબર પૂછવા લાગી. આર્યમહાગરિ મહારાજ કહે, “ કચેરીને વનમાં અવંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com