________________
અવંતિસુકમાળ ને હાથ જોડી બોલ્યા “ગુરુમહારાજ !આવું સુખ શી રીતે મળે તે સમજાવે !” ગુરુમહારાજ કહે “જે શુદ્ધ ચારિત્ર પાળે તે મેક્ષે જાય. મેહસહિત ચારિત્ર પાળે તે દેવલેકે જાય.” અવંતિસુકમાળ કહે “તે આપ મને દીક્ષા આપે.” ગુરુ કહે: “તમારી માતાની રજા લાવે તે દીક્ષા આપીએ. ” અવંતિસુકમાળ માતા પાસે ગયા, ને દીક્ષા લેવાની રજા માગી. માતા ખૂબ દુઃખી થયાં. સ્ત્રીઓ ખૂબ દુઃખી થઈ. પણ આખરે સમજીને તેઓએ રજા આપી.
અવંતિસુકુમાળે દીક્ષા લીધી પછી ગુરુને કહ્યું કે “ગુરુરાજી મારે તે જલદી મોક્ષ મળે એવો રસ્તે લે છે. એટલે જે આપ આજ્ઞા આપો તો કંથેરીના (ારના) વનમાં જઈને અનશન કરું.” ગુરુ કહે : “તમને સુખ ઉપજે તેમ કરે.”
અવંતિસુકમાળ ચાલ્યા. નગરથી છેડે દૂર કથેરીનું ભયાનક વન હતું ત્યાં ગયા. કેથેરીના વનમાં પેસતાં કઠેર કાંટે વાગે. પગે લેહીની ધાર થઈ. પણ અવંતિસુકમાળે મનમાં જરાપણ દુઃખ આપ્યું નહિ. તેમણે અનશન શરૂ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com