________________
જગડુશાહ
૧૪ મેવાડ, માળવા અને ઢાલમાં ઉત્તર ભાગમાં
૧૧૫ આ દાનશાળામાં બધા થઈને હંમેશના પાંચ લાખ માણસને ભેજન આપવામાં આવતું હતું. એક પાટણની દાનરાળામાંજ હંમેશાં વીસ હજાર માણસને જમાડવામાં આવતા હતા ! જગડુશાહે આ દુકાળમાં ૪૯૯૫૦૦૦૦ મણ દાનશાળાઓમાં માત વાપર્યું અને ૧૮ ક્રોડ માસા એટલે કા કોડ રૂપિયા નગદ વાપર્યા ! મોટા મોટા રાજા મહારાજાઓ પણ જગડુશાહની આ ઉદારતા જોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને તેને “જગતના પાલનહાર 'નું બિરૂદ આપ્યું. આજે પણ કોઈ મહાન દાનેશ્વરીને જગડુશાહની ઉપમા અપાય છે તે આટલાજ માટે.
સંવત ૧૩૧૬ ની સાલમાં વરસાદ સારો થે અને દુકાળ મટી ગયે. આટલું ધન વાપર્યા પછી પણ જગડુશાહને ધનની ખોટ નહતી પડી. લક્ષ્મી તે પ્રતિદિન વધતી જતી હતી.
એક વખત ચાંચિયા લેકને મીણથી ભરેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com