________________
૧૨
જગદૂશાહે
અને ખાવા માટે ઠેરઠેર હુલ્લડો થવા લાગ્યા. વૃક્ષાનાં પત્તાં તથા ધાસ સુદ્ધાં આ દુકાળિયાએ સાચટ કરી નાંખ્યા ! કેટલેક ઠેકાણે તેા બાળકાને ત્રુંજીને પણ લોકાએ ભૂખ મટાડી ! કાઇ રાજાના કાઠારમાં પણ અનાજ રહ્યું નહિ ! આ વખતે બધાની નજર જગડૂશાહ ઉપર પડી અને જગડુશાહ પણ બરાબર દાતાર થયા.
ગુજરાતના મહારાજા વીસલદેવે જગડૂશાહને બાલાગ્યા અને કહ્યું: ‘ જગડુશાહ ! તમે લેાકાની જે સેવા કરે છે. તેથી અમે બહુ રાજી થયા છીએ પણ હવે અમારૂ પણ થોડું કામ પડશે. ' જગડૂશાહે નમ્રતાથી કહ્યું: ‘મહારાજ ! એ શું બોલ્યા ? સેવકને દાઈ પણ હુકમ ફરમાવો, ’ વિસલદેવે કહ્યું: અમે સાંભળ્યું છે કે આ પાટણમાંજ તમારા ધાન્યના ૭૦૦ કાઠારા છે. તા એમાંથી થાડુક ધાન્ય અમેાર્ન પણ આપે.’
જગડુશાહે કહ્યું: ‘મહારાજ ! મારી વતીનુ જરા પશુ અનાજ આ પાટણમાં નથી. ખાતરી કરવી ઢાય તા એ કાઠારા ઉધાડીને જુા. ' મહારાજા વીસલદેવે એક કાઠાર ખાલાવીને જોયું તા . અંદરથી ત્રાંબાની તકતી નીકળી. તેમાં લખ્યું હતું કે આ કણુ ગરીમા માટે છે. નગઢાહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com