________________
જગડુશાહ
એક વખત પાર દેશના પીઠદેવ રાજાએ ભર પર ચડાઈ કરી ગામને ભાંગી નાંખ્યું. ઘણી માલમત્તા હટી લીધી. પછી તે પોતાના દેશ પાછો ફર્યો. આ જોઈ જગડૂશાહે ભદ્રેશ્વરને કિલ્લે ફરી બાંધવા માંડે.
અભિમાની પીઠદે આ સમાચાર સાંભળ્યા એટલે જગને કહેવરાવ્યું: “જે ગધેડાને શીંગડાં ઉગે તેજ તું એ કિલ્લો કરાવી શકીશ.
જગડુશાહ કહે, “ગધેડાને શીંગડા ઉગાડીને પણ એ કિલ્લો હું કરાવીશ. અને તેમણે પીઠદેવની દરકાર કર્યા વગર કિલ્લે કરાવવા માંડશે. કિલ્લાની દિવાલમાં તેમણે એક ગધેડ કતરા ને તેના માથે બે સેનાના શીંગડા મૂક્યા. હવે મોટા સાથે વેર થયું માટે ચેતતા રહેવું એમ વિચારી તે ગુજરાતના રાજ વિસલદેવને મળ્યા અને બધી હકીકત કહી એક મેટું લશ્કર લઈ આવ્યા.
પીઠદેવને આ સમાચાર મળ્યા ત્યારે તે ઠંડો પડી ગયે. ગુજરાતના લશ્કર સાથે લડવાની તેની હિમ્મત ન હતી. પણ તેને વિચાર થયો કે કિલ્લો બનાવવાનું કામ તે રાજાઓનું છે. વાણિયા ભાઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com