________________
એમે દેદરાણી તે તમે છે. અને તે તમારા ગુમાતા છીએ.” પછી ખેમા શેઠને પાલખીમાં બેસાડી ચાંપાનેર લીધા. બીજે દિવસે ચાંપશી મહેતા ને મહાજન ખેમા શેઠને લઈને કચેરીમાં ગયા. - ખેમા શેઠે તે એજ ફાટેલા તુટેલ અંગરખું ને ચિંથરિયા પાઘડી બાંધેલી. હાથમાં એક નાની સરખી પાટલી.
બાદશાહે ચાંપશી મહેતાને જોઈ પૂછયું: “કેમ મહેતા ! શું કરી લાવ્યા ?”
ચાંપશી મહેતાએ ખેમા શેઠને બતાવીને કહ્યું ગરીબ પરવર ! અમારી કેમના આ શેઠ આખા ગુજરાતને ૩૬૦ દિવસ સુધી મફત અનાજ પુરૂં પાડશે. બાદશાહ, ખેમાને મેલેઘેલે વેશ જોઈ ચમક્યા. તેણે ખેમાને પૂછયું: “શેઠ ! કાંઈ મશ્કરી તે નથી કરતા ને?”
-જહાંપનાહ ! અમારી શી તાકાત કે ખુદાવિંદની મશ્કરી કરીએ? ચાંપશી મહેતાએ જ વાત કહી તે બરાબર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com