________________
૧૪
નેમ રાજુલ સહિયરોનાં આવાં વેણ સાંભળતાં મહાસતી રાજુલે કાને હાથ દીધા અને કહ્યું કે અરે બહેને! આવાં માઠાં વેણ શું બોલે છે ! પતિ તે તેજ. હવે નેમ વિના બીજે પતિ હેય નહિ. તેના પગલે જ ચાલીશ ને મારું જીવન સફળ કરીશ.
૧૩
હવે તેમનાથને વૈરાગ્ય દિવસે દિવસે વધતો ગયે. એટલે એક વરસ સુધી તેમણે સોનામહોરોનું દાન દીધું અને છેવટે સાધુ થયા. સાધુ થયા એટલે મનથી પવિત્ર થયા. અને માતાપિતા તથા ભાઈને સાથેનો સંબંધ વિશાળ કરીને દુનિયાના બધા માણસે સાથે હેતથી વર્તવા લાગ્યા.
તેઓ લખું સૂકું જવું મળ્યું તેવું અન્ન ખાયભેંય ઉપર સૂવે. એકજ કપડું પહેરે. ટાઢ તાપ સહન કરી લે. અને એમ છતાં મનમાં સુખદુઃખ ન લાગે. મનમાં સહુનું ભલું ઈચ્છે બેલે તે પણ તદ્દન સાચું અને મીઠું. આવી રીતે પવિત્ર જિંદગી જીવવા તેઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com