________________
નેમ રાજુલા
- ૧૩
રથને પાછા ફરતાં જોયો કે તેમનાં માતાપિતા આવીને કહેવા લાગ્યા ભાઈ ! એકાએક આ શું? પ્રાણીઓનું દુઃખ તારાથી ન દેખાયું તે તેમને છોડી મૂક્યાં. હવે ચાલ. પણ નેમનાથે કહ્યું તમે મને જે સંબંધથી જોડવા માગો છે તેના કરતાં પણ વિશાળ ને શુદ્ધ સંબંધ બાંધવા મારી પ્રબળ ઈચ્છા થઈ છે. તેથી મને માફ કરે. આપ એ બાબતને આગ્રહ કરશે નહિ.
આવી રીતે તેમનાથ ન પરણ્યા ને બાળ બ્રહ્મચારી રહ્યા. ધન્ય છે તેમના બ્રહ્મચર્યને !
૧૨
રાજુલે ખબર સાંભળી કેનેમિનાથ પાછા ફર્યા. આ ખબર સાંભળતાં જ તેમને મૂછ આવી. ભાનમાં આવ્યાં ત્યારે ખૂબ રડવા લાગ્યાં. તેનેમનાથને જ સંભારે અને રડયા કરે. આ જોઈને સહિયરોએ રાજુલને કહ્યું કે બહેન ! આવા પ્રેમ વિનાના પતિનો શોક શું કરો છે? બીજે ચગ્ય પતિ થોડા જ સમયમાં શેધી કાઢીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com