________________
નેમ રાજુલ આવી. ત્યાં એકાએક જનાવરોને શેરબકોર સંભળાય. બિચારાં બકરાં, મેઢાં, હરણ, તેતર વગેરે બૂમાબૂમ કરે. નેમનાથે પોતાના સારથિને પૂછયું કે સારથિ ! આટલે બધે અવાજ શાને છે?
સારથિ કહે, મહારાજ ! આપના લગ્નમાં જમણ કરવાને આ બધાં જનાવરોને પકડયાં છે. તે બિચારાં મરવાની બીકે બૂમાબૂમ કરે છે. આ સાંભળી નેમનાથે કહ્યું: સારથિ ! મારે રથ પ્રાણીઓ પાસે લઈ જા.
રથ પ્રાણુઓ પાસે ગયે. ત્યાં જુએ છે તો કોઈને ગળેથી તો કેઈને પગેથી બાંધેલાં છે; કેઈને પાંજરામાં પૂર્યા છે તો કોઈને જાળમાં નાંખ્યાં છે. આ જોઈને તેમનાથનું હૈયું દયાથી ભરાઈ ગયું. તેમને જગતને વિચાર આવે ને જગતના બહારના દેખાવને મેહ ઊડી ગયે. તેમનું મન આત્માનું તથા જગતનું સાચું સ્વરૂપ સમજવા માટે તલપાપડ થયું. એટલે તેમણે કહ્યું સઘળાં જનાવરેને છોડી મૂકે ને મારો રથ પાછો ફેરવો.
સઘળાં જનાવરો છૂટી ગયાં ને રથ પાછો ફર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com