________________
નેમ રાજુલા
તેમના ભાઈઓ ચાલ્યા. પાછળ પાલખીમાં બેસીને મીઠાં ગીત ગાતી રાણીઓ ચાલી. શું આ જાનની શોભા?
જાન ધીરે ધીરે ચાલવા લાગી. નગરનાં લેક જાન જેવા ટોળે મળ્યાં છે. મેડી ને માળ બાળક તથા ઝીઓથી ભરાયાં છે. બજારમાં પુરુષોને પાર નથી.
જાન ધીમે ધીમે ઉગ્રસેન રાજાના મહેલ પાસે આવવા લાગી.
અહિંયા રાજુલ પણ સોળે શણગાર સજીને ગોખમાં બેઠાં છે. જાનને જોઈ હ્યાં છે. દૂરથી તેમના થને જોઈ મનમાં હરખાય છે કે મારું નશીબ મોટું છે, નહિતર આવો પતિ ક્યાંથી મળે? એવામાં એમની જમણી આંખ ફરકી. જમણે હાથ પણ ફરકે. અને મનમાં શંકા પડી કે જરૂર કાંઈ ખોટું થશે. મોટું ફીકકું થઈ ગયું. પિતાની સહિયરને વાત કહી. સહિયરે કહેઃ બહેન ! નકામી ચિંતા શા માટે કરે છે? સહુ સારાં વાનાં થશે.
૧૧ જાન ચાલતાં ચાલતાં ઉગ્રસેન રાજાના ઘર આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com