________________
૧૦
એમ દેદરાણી રમાં ચાર મહિના નેંધાઈ ગયા છે. પાટણના મહાજને બે મહિના નેંધાવ્યા છે. ધોળકાના મહાજને દશ દિવસ નેંધાવ્યા છે. પણ હજી પાંચ મહિનાને વિશ દિવસ બાકી રહ્યા! અને બાદશાહે આપેલી અમારી મુદતમાં હવે દસ દિવસ જ બાકી રહ્યા છે. ખેમા શેઠ ! શાસનદેવ બધાં સારાં વાનાં કરશે. પણ આ કારણે અમને જવાની ઉતાવળ છે માટે રજા આપે. તમે અમારી બહુ સેવાભકિત કરી છે! હવે કોઈ વખત ચાંપાનેર પધારે તે જરૂર અમારે ત્યાં આવજે.” એમાએ આ બધી વાત સાંભળી કહ્યું. “આપ આમ જવાની ઉતાવળ કરશે નહિ. મારા ઘરડા પિતાએ તો હજી તમારાં દર્શન પણ કર્યા નથી. માટે એમને મળીને હું આવું છું. વળી આપની ટીપમાં ફૂલ નહિ તે ફૂલની પાંખડી પ્રમાણે હું પણ કંઈક લખાવવા ઈચ્છા રાખું છું.'
આ સાંભળી ચાંપશી મહેતા મૂછમાં હયા. બીજા પણ અંદર અંદર ઇસારો કરવા લાગ્યા.
Shree Sudhrattaswamt Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com