________________
ખેમ દેદરાણું
નથી મળતો ઘાસચારો કે નથી મળતાં અન્ન વસ્ત્ર. ઢોરઢાંખર મરવાં પડયાં છે. માણસના ટેળાં “ અન્ન અન્ન ” કરતાં રખડવા લાગ્યાં છે.
બાદશાહે આ જાણ્યું એટલે નક્કી કર્યું કે આ વખતે વાણિયાઓની પરીક્ષા લેવી. એટલે તેણે ભાટને બેલા ને કહ્યું. “અબે ભાટ ! જો તું કહેતે હતો એમ શાહ સાચા શાહ હોય તો આખા ગુજરાતને એક વરસ સુધી છવાડે. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુન્હેગાર છે.”
ભાટ કહે, “નામદાર ! કબૂલ.”
તેણે આવીને ચાંપશી મહેતાને વાત કરી કે બાદશાહ સાથે હેડ થઈ છે. જે ગુજરાતને આ દુકાળમાં એક વરસ સુધી છવાડે તો શાહ ખરા. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુન્હેગાર છે. આ સાંભળી કેટલાક ચા નીચા થઈ ગયા પણ ચાંપશી મહેતાએ વિચાર કરી જણાવ્યું “ જે બિરૂદ બાપદાદાઓમહામહેનતે મેળવ્યું તેને આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com