________________
ખેમા દેદરાણી સમરથ કરણ કુબેર બીરદ બહુધા, વડહત્ય જગડુ અવતાર.”
હે શેઠ ! આપનું બિરૂદ તે “દકાળ દેહથ” ( દુકાળમાં ખૂબ મદદ કરનાર) છે. આપ રાજાઓને બંધનમાં નાંખવા કે છોડાવવા સમર્થ છો.
હે શેઠ ! આપની કરણી કુબેર જેવી છે. આપ ઘણું ઘણું બિરૂદના ધારણ કરનાર છે અને મહાદાનેશ્વરી જગડુના અવતાર સમા છે.”
ચાંપશી મહેતાનાં આટલાં બધાં વખાણ સાંભળી સાર્દુલખાનને બહુ માઠું લાગ્યું.
બંને રાજદરબારમાં આવ્યા ને બાદશાહ મહમ્મદ બેગડાને સલામ ભરીને બેઠા. બાદશાહ સાથે કેટલીક વાતચીત કરી ચાંપશી મહેતા વિદાય થયા. પાછળથી સાર્દુલખાને બાદશાહના કાન ભંભેર્યા “ગરીબ પરવર ! નેક નામદાર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com