________________
વસ્તુપાળ-તેજપાળ
વરસ દિવસે એક કોડ રૂપિયા ધર્મબંધુઓને માટે ખર્ચવાનું તેમણે વ્રત લીધું હતું.
તેમની ઉદારતાને કાંઈ સુમાર હેતે. તેઓ ખુલ્લા હાથે દાન કર્યું જ જતા હતા. અને બનતું પણ એમજ કે જેમ તેઓ ધન વાપરે તેમ ધન વધ્યાજ કરે. આથી બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યાઃ “આ ધનનું શું કરવું?'
તેજપાળની સ્ત્રી અનુપમાદેવી બુદ્ધિને ભંડાર હતી. એટલે તેની સલાહ પૂછી. તેણે જવાબ આપે કે આ ધન વડે પહાડનાં શિખરોને શોભા એટલે કે ત્યાં સુંદર દહેરાં બંધા. આ સલાહ બધાને ગમી એટલે શત્રુંજય, ગિરનાર ને આબુ પર ભવ્ય દહેરાં બંધાવ્યા. એમાં યે આબુનાં દહેરાસર બંધાવતાં તે તેમણે ખર્ચ માટે પાછું વાળીને જોયુંજ નહિ. તેમણે સારામાં સારા કારીગરો બોલાવ્યા. કતરણી કરતાં ભૂકે પડે તેટલું સોનું અને રૂપું આપ્યું. આ દહેરાસરો જલદી પૂરા કરાવવા માટે પોતાના તરફથી રસોડું ખેલ્યું ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com