________________
૧૨
વસ્તુપાળ-તેજપાળ ગુજરાત પર ચડાઈ લાગે. આ ભાઈઓને ખબર પડતાં તે પિતાનું લકર લઈને આબુ સુધી સામે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ કરી ને મજુદ્દીનના હજારો માણસોનો સંહાર કરી નાખે. બિચારે મોજુદ્દીન હતાશ થઈને પાછો ગયે. .
આ બધી લડાઈઓ પછી તેમણે સમુદ્ર કિનારા તરફ ચડાઈ કરી ને ત્યાં મહારાષ્ટ્ર સુધી પિતાની આણ ફેલાવી.
આ પ્રમાણે બંને ભાઈઓએ નાના મોટાં ઘણાં યુદ્ધ કરીને ગુજરાતની સત્તા બરાબર જમાવી. ચારે બાજુ શાંતિ ને વ્યવસ્થા થાપી વિજ્યને ડંકો વગાડે.
આ બંને ભાઈઓ લડાઈમાં ને રાજકાજમાં જવા કુશળ હતા તેવા જ ધર્મમાં અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓ આઠમચૌદશને તપ કરતા. સામાયિક પ્રતિક્રમણ પણ નિયમિત કરતા. ધર્મબન્ધ તરફને પ્રેમ તો તેમને અથાગ હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com