________________
વસ્તુપાળ-તેજપાળ ચામુંડ રાજય કરતા હતા. તેમના અભિમાનને પાર હેતે. તેમને ઘણું સમજાવ્યા પણ તેઓ તાબે ન થયા એટલે લડાઈ થઈ. તેમાં સાંગણ ને ચામુંડ માર્યા ગયા. વસ્તુપાળને વિજય થયો. વસ્તુપાળે તેના પુત્રને ગાદી આપી. આમ આખા કાઠિયાવાડમાં વિજયનો ડંકો વગાડી વસ્તુપાળ રાજા સાથે ગિરનાર ગયા. ત્યાં ભકિતપૂર્વક યાત્રા કરી તેઓ પાછા ફર્યા.
ભદ્રેશ્વરનો રાણો ભીમસિંહ વિરધવળને ખંડીઓ રાજા હતા. પણ હવે તેણે ખંડણી આપવા ના પાડી હતી. તેના લશ્કરમાં ત્રણ બહાદુર લડવૈયા હતા. એટલે તેને અભિમાન હતું કે મને કંઈજ થનાર નથી. વસ્તુપાળ તથા રાણા વીરધવળે તેના પર ચડાઈ કરી. વિરધવળ આ લડાઈમાં હારી ગયા. પણ
એવામાં વસ્તુપાળ લકર લઇને આવી પહોંચ્યા. તે ખૂબ કુશળતાથી લડ્યા ને અંતે જીત મેળવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com